આરોપીનો ભાઈ પણ અગાઉ ટોલનાકે જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલો, મકાન તેના નામે હતું : તંત્રએ તમામ જગ્યાનો સર્વે કરતા એક મકાન દબાણ નીકળતા તેને તોડવાની કાર્યવાહી શરૂ કરાઇમોરબી : માળિયા મિયાણાના ખીરઇ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર પરિવારનું મકાન સરકારી જગ્યામાં ખડકાયેલ હોય તંત્ર દ્વારા તેનું ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના ખીરઇ ગામે પીઆઇ અને તેની ટિમ ખીરઇ ગામે ઇકબાલ ઉર્ફે ઇકો ઓસમાણ મોવર જે દારૂનો ધંધાર્થી છે તેને ત્યાં રેડ પાડવા ગઈ હતી. આ વેળાએ દારૂ મળ્યો હતો. ધરપકડ ટાળવા ત્યાંના લોકોએ હુમલો કર્યો હતો. ઇકબાલના પીતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લારખા અને 7 જેટલા મહિલાઓએ ભેગા થઈ હુમલો કર્યો હતો. આ તમામ સામે કલમ 307 અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ બાદ વહીવટી તંત્ર દ્વારા અહીં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીના ભાઈના નામનું એક મકાન સરકારી જગ્યામાં ખડકાયેલ હોવાનું સામે આવ્યું હતું. જો કે આરોપીનો ભાઈ પણ અગાઉ ટોલનાકા પાસે જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. તેનું મકાન ગેરકાયદેસર રીતે ખડકાયેલું હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદારની ટિમ દ્વારા તેનું ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.