અથાગ પરિશ્રમ અને માતા-પિતાના સહકારથી સાવન કાંજીયાએ સફળતા મેળવીમોરબી : બગથળા ગામનાં સાવનભાઇ હરેશભાઇ કાંજીયાએ GPSCની પરીક્ષા પાસ કરી ગાંધીનગરમાં સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુક મળેલી છે. તેઓની આ સિદ્ધિ બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.પરીક્ષામા માત્ર 18 ઉમેદવારો જ પાસ થયેલ છે. સાવનભાઈએ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ રાજકોટમાં પૂર્ણ કરેલ છે. તેમના માતૃશ્રી નિર્મલા બેન અને પિતાશ્રી હરેશભાઇ( માજી સરપંચ બગથળા ગ્રામ પંચાયત) બને ઓછું ભણેલા છે. પણ તેમની બન્નેના સહકાર અને મહેનતથી સાવન ભાઇએ સફળતા મેળવી છે. સાવનભાઇ બગથળા ગ્રામ પંચાયતમાં હાલ મંત્રી તરીકે એક વર્ષથી સેવા આપતા હતા. પણ તેમનું ધ્યેય એક જ હતું કે મારે GPSC પરીક્ષા પાસ કરવી છે. તેમનું કહેવાનું છે કે દરેક વિદ્યાર્થી એક જ લક્ષ્ય રાખી અને મહેનત કરે તો અવશ્ય સફળ થાય છે. હાલ સમગ્ર બગથળા ગામ તેઓની આ સફળતા બદલ ગૌરવ અનુભવી રહ્યું છે.