ટંકારા : ટંકારા હોમગાર્ડના સાર્જન અરૂણભાઈ પરમારે પ્લાટુન કમાન્ડર રેન્ક પરીક્ષા ઉતિર્ણ કરી છે. જે બદલ જિલ્લા અધિકારી અને ટંકારા થાણા અમલદાર સહિતનાએ અરૂણભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા છે. હોમગાર્ડની કેડર રેન્ક માટે યોજવામાં આવેલી પરીક્ષામાં ટંકારા હોમગાર્ડ સાર્જન તરીકે ફરજ બજાવતા અરૂણભાઈ પરમારે પ્લાટુન કમાન્ડર રેન્ક પરીક્ષા પાસ કરી છે. ત્યારે નાસા સંકુલ ટંકારા ખાતે જિલ્લા કમાન્ડર પટેલ, ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કે. એમ. છાસિયા, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો દ્વારા અરૂણભાઈ પરમારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.