દુકાનો અને લારીઓના દબાણ દુર ન કરાતાં હોવાનો લોકોનો આરોપઘુંટુ ગામ પાસે બાપા સીતારામની મઢુલીનું દબાણ દુર કરાયુંમોરબી : મોરબીના ઘુંટુ ગામ પાસે ધાર્મિક દબાણો દુર કરવામાં આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ઘુંટુ ગામ પાસે બની રહેલા રોડને અડચણરૂપ બાપા સીતારામની એક મઢુલી આજે દુર કરવામાં આવી હતી. ગ્રામ્ય ઈ. મામલતદાર એસ.વી. ત્રાંબડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આજે ધાર્મિક દબાણો દુર કરવામાં આવ્યા હતા. મઢુલીમાં રહેલી બાપા સીતારામની પ્રતિમા અન્ય જગ્યાએ ખસેડીને બાદમાં આ મઢુલી ધરાશાઈ કરી દેવામાં આવી હતી. આ તરફ ટીંબડી ગામમાં પણ ગામતળ વિસ્તારમાં આવેલી હનુમાનજીની દેરીને પણ દુર કરવામાં આવી છે.ઘુંટુ ગામે બાપા સીતારામની મઢુલી દુર કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે, 10 દિવસ પહેલા કલેક્ટરને રજૂઆત કરીને રોડની બન્ને બાજુ દુકાનો અને લારી સહિતના દબાણો છે તે દુર કરવા આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા દુકાનો અને લારીઓના દબાણ દુર કરવામાં આવતા નથી અને ધાર્મિક દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. આમ લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.