મોરબી : મોરબીના મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર પુલની બન્ને બાજુ જાળી તૂટેલી હાલતમાં હોય અકસ્માતે કોઈ વ્યક્તિ નીચે પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપરના પુલની એક બાજુ નીચેની તરફ બેઠો પુલ આવે છે બીજી તરફ મણીમંદિર આવે છે. આ બન્ને બાજુ જે સલામતીના ભાગરૂપે જાળી લગાવવામાં આવી છે તે તૂટેલી હાલતમાં છે. જેના કારણે અકસ્માત સર્જાય તો જાનહાની સર્જાવાની શકયતા સેવાઈ રહી છે. અહીં ઉનાળામાં ગોલા બજાર પણ ભરાતી હોય રાત્રીના સમયે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર આ જાળીને રીપેર કરે તેવી માંગ ઉઠી છે.