મોરબી : ઘુંટુ નિવાસી સ્વ.રંજનબેન રમણીકભાઈ મકાસણાનું અવસાન થતા મકાસણા પરિવાર દ્વારા ઘૂટું પ્લોટ પ્રાથમિક શાળામાં 400 જેટલા બાળકોને પ્રસાદ જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ફ્રુટ જેવા કે દ્રાક્ષ, સફરજનનો ભરપેટ પ્રસાદ જમાડીને બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ ઉમદા કાર્ય બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો અને મૃતાત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.