માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના તરઘડી ગામે ગૌસેવાના લાભાર્થે તા. 15-3-2025 ને શનિવારના રોજ રાભે 8-30 કલાકે રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ - પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો આ રામામંડળનો લાભ લેવા આયોજક દામજીભાઈ ભાણજીભાઈ ઠોરીયા, હિતેશભાઈ દામજીભાઈ ઠોરીયા અને અંકિતભાઈ દામજીભાઈ ઠોરીયા દ્વારા જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.