શહેરમાં ગંદકી ફેલાવનારા વેપારીઓને દંડ ફટકારતી મહાપાલિકાને ગંદકી બદલ કોણ દંડ ફટકારશે ?મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સરાહનીય છે પણ દિવા તળે અંધારૂની કહેવત મુજબ મહાપાલિકા કચેરીની દિવાલો જ ગંધવાડાથી ખદબદી રહી છે ત્યારે તેની સામે દંડનીય કાર્યવાહી કોણ કરશે ?મોરબી મહાનગરપાલિકા કચેરીની જે દિવાલ છે ત્યાં જ ગંદકીના ઢેર લાગ્યા છે. આ દિવાલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ પણ મોટી સંખ્યામાં પડી છે. આમ તો મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જે વેપારીઓ ગંદકી કરે છે તેને દંડ ફટકારવામાં આવી રહ્યા છે પણ ખુદ મહાપાલિકા કચેરીમાં જ જ્યાં અધિકારીઓ બેસે છે તે દિવાલની બીજી બાજુ ભરપૂર ગંદકી છે ત્યારે હવે પ્રશ્ન એ સર્જાયો છે કે બીજાને દંડ ફટકારતી મહાપાલિકાને કોણ દંડ ફટકારી શકશે ?