મોરબીના વોર્ડ નં.5માં મહેન્દ્રઘાટની જોખમી રીતે તૂટેલી પાળીનું તાત્કાલિક રીપેરીંગ કામ કરાવતા મ્યુનિસિપલ કમિશનરમોરબી : મોરબીમાં વોર્ડ નં. 5માં મહેન્દ્રઘાટની પાળી તૂટી ગઈ હતી. ત્યારે એક બાળક દ્વારા પોતાની કાલીઘેલી ભાષામાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને તંત્ર સમક્ષ અહીં પારી બનાવવાની માંગ કરવામાં આવી હતી. જેને પગલે તંત્ર દ્વારા અહીં તુરંત જ પારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.જો કે બીજી તરફ મોરબી શહેર ભાજપ મહિલા મોરચામાં ઉપપ્રમુખ રાણા આરતીબા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લા 15 દિવસથી મહેન્દ્રઘાટની પાળી તૂટી ગયેલ હતી. જેમાં અબોલ જીવ પડી જતા હતા. આ અંગે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા એ અરજી માન્ય રાખી અને તાત્કાલિક ધોરણે પારીનું કામ ચાલુ કરાવ્યું છે. તે બદલ કમિશ્નર ખરેનો આભાર પણ માન્યો છે.