રાજકોટ : પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનના સંબંધમાં નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમાં તા. 24 એપ્રિલ અને 1-મે-2025ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે. તથા તા. 27 એપ્રિલ અને 4-મે-2025ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.આ ઉપરાંત 10,11,24 એપ્રિલ અને 1-મે-2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી - ગોંડા - ગોરખપુર - પનિયાહવા - મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે. ત્યારે યાત્રીઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.