હળવદ : હળવદમા હથિયાર ધારા ભંગ સહિત અનેક ગુન્હામાં ઝડપાયેલા નામચીન શખ્સને આર્મ્સ એકટના ગુન્હામાં કોર્ટે હળવદ તાલુકામાં નહિ પ્રવેશવાની શરતે રેગ્યુલર જામીન આપ્યા હોવા છતાં આરોપી પંકજ ચમનભાઈ ગોઠી રહે.સરા રોડ હળવદ વાળો મહાદેવનગરથી રણજીતગઢ જતા રોડ ઉપર પોતાની વાડી પાસેથી મળી આવતા કોર્ટના હુકમભંગ બદલ હળવદ પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.