હળવદ : હળવદ - માળીયા હાઇવે ઉપર ધનાળા ગામના પાટિયા પાસે બંધ પડેલા લાકડા ભરેલા જીજે -12 - બીએક્સ - 7525 નંબરના ટ્રક ટ્રેઇલર પાછળ જીજે - 12 - બી ડબ્લ્યુ - 2992 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર અથડાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બંધ પડેલા ટ્રક ટ્રેઇલર ચાલક વિશાલકુમાર ઈકમભાઈ રાવતને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.