મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે તારીખ 10 માર્ચ ને સોમવારના રોજ ધોરણ 10માં કુલ 246 પરીક્ષાર્થીઓ અને ધોરણ 12માં 17 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ધોરણ 10માં આજે સંસ્કૃતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 9310માંથી 9183 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 127 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમામ 161 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે હિન્દી (SL)ના પેપરમાં 3431 પરીક્ષાર્થીઓમાંથી 3316 હાજર અને 159 ગેરહાજર રહ્યા હતા. બ્યુટી એન્ડ વેલનેસના પેપરમાં 160 પરીક્ષાર્થીઓમાંથી 159 હાજર અને 1 ગેરહાજર રહ્યા હતા. રિટેઈલના પેપરમાં તમામ 37 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. ઈલે એન્ડ હાર્ડના પેપરમાં તમામ 39 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. એગ્રીકલ્ચરના પેપરમાં 51 પરીક્ષાર્થીમાંથી 50 હાજર અને 1 ગેરહાજર રહ્યા હતા. અપરલના પેપરમાં 168 પરીક્ષાર્થીઓમાંથી 166 હાજર અને 2 ગેરહાજર રહ્યા હતા. ઓટોમેટીવના પેપરમાં તમામ 31 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ITESના પેપરમાં તમામ 23 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. પૌરોહીત્યમ (સંસ્કૃત પ્રથમ)ના પેપરમાં તમામ 21 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ધોરણ 10માં આજે તમામ પેપરના કુલ 13411 પરીક્ષાર્થીઓમાંથી 13165 હાજર અને 246 ગેરહાજર રહ્યા હતા.ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં આજે સંસ્કૃતના પેપરમાં 1358 પરીક્ષાર્થીઓમાંથી 1354 હાજર અને 4 ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી FLના પેપરમાં 241માંથી તમામ 241 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. હિન્દીના પેપરમાં 733 પરીક્ષાર્થીઓમાંથી 720 હાજર અને 13 ગેરહાજર રહ્યા હતા. કમ્પ્યુટરના પેપરમાં તમામ 128 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. પૌરાહિત્યમના પેપરમાં તમામ 9 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજરાતી SLના પેપરમાં તમામ 17 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.