મોરબી : મોરબીની ઝીકીયાળી શાળાના શિક્ષકનું બાળવાર્તાનું ચોથું પુસ્તક પ્રકાશિત થયું છે. ઝીકીયાળી શાળાના શિક્ષક પ્રકાશ કુબાવતનો બાળવાર્તા સંગ્રહ જાનુ અને સોનેરી માછલી પુસ્તકનું માતૃભાષા અભિયાન અંતર્ગત શનિસભામાં યશવંત મહેતાના અધ્યક્ષસ્થાને વિમોચન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, અગાઉ પણ પ્રકાશ કુબાવતના પુસ્તક બાળપરીની વ્યથાને બાળસાહિત્ય અકાદમીનો પારિતષિક મળ્યો છે. બીજા પુસ્તક પરીરાણીના દેશમાંને અંજુ-નરસી પુરસ્કાર મળી ચુક્યો છે. ત્રીજું પુસ્તક પ્રવિણ પ્રકાશન દ્વારા પંખીને પાંખો મળી પ્રકાશિત થયું હતું.