ટંકારા : રાજકોટ- મોરબી હાઇવે ઉપર ટંકારાના બારનાલા પાસે આજે સાંજના અરસામાં 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઇનોવા, ફોર્ચ્યુનર, ટ્રક અને બાઇક ધડાકાભેર અથડાયા હતા. જો કે સદનશીબે આ અકસ્માત કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ અકસ્માતને પગલે રોડ ઉપર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.