મોરબી : સ્માર્ટ મિટરના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયુ હતું કે ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વિજળીના સ્માર્ટ મિટર લગાવવામાં આવી રહ્યા છે. સાદા મીટર યથાવત રાખવામાં આવે. સ્માર્ટ મીટર લગાવવા માટે બળજબરી કરવામાં ન આવે. આ આવેદનમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.