મોરબી : મોરબીના અણીયારી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા માધવીબેન સુરેશભાઈ કાપડિયાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા ગૌરવ સન્માન-2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષિકા માધવીબેન કાપડિયાને જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા સ્વકાર્ય અને કર્મ-કૌશલ્ય થકી પોતાના વ્યવસાય દરમિયાન તાલુકા શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ મહિલા ગૌરવ સન્માન-2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ શાળા અને ગામનું નામ રોશન કરનાર શિક્ષિકા માધવીબેન કાપડિયાને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.