મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નંબર 2માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં દરોડો પાડી આરોપી ધર્મેશ અનિલભાઈ મુજારીયા ઉ.33, રહે.શક્ત શનાળા વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીએ વિદેશી દારૂની આ બોટલ આરોપી સાગર ગૌસ્વામી રહે.વાવડી રોડ વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.