ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે 8 માર્ચના રોજ બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીની પ્રેરણાથી લખધીરગઢ ગામની વાડીમાં મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મૂલ્ય નિષ્ઠ સમાજના નિર્માણમાં મહિલાઓનું યોગદાન અંગે વાત કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારતી દીદી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી ડિમ્પલબેન અને ઉર્વીશાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં દરેક મહિલાઓ ખુશ રહી અને પરિવારમાં સુખ શાંતિ કેવી રીતે મળે અને ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોતાના પગ પર પગભર હોય તેવી 60 મહિલાઓના હસ્તે દીપ પ્રજ્જવલન કરવામાં આવ્યું હતું અને આ મહિલાઓને પ્રોત્સાહિત કરાઈ હતી.