મોરબી : કહેવાય છે ને કે મોરના ઇંડા ચીતરવા ન પડે. જેમ નરેન્દ્રભાઈ આદ્રોજા રોજ ચકલાને ચણ નાખી પછી જ વ્યવસાયે જાય છે તેવી જ રીતે તેમની પુત્રી પ્રાચીએ પણ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાના જન્મ દિવસ ઉજવણી કરી હતી.જેમાં આજ રોજ નરેન્દ્રભાઈ હીરાભાઈ આદ્રોજાની પુત્રી પ્રાચીનો જન્મ દિવસ હોય ત્યારે તેમના દ્વારા આજે 30 કિલો ચકલાને ચણ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકોને બિસ્કીટ વેચી જન્મ દિવસની ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. આજે પ્રાચી દ્વારા બીજા કોઈ ઇતર ખર્ચા કરવાને બદલે સેવા પ્રવૃત્તિ કરી ઉજવણી કરવા બદલ તેમને સગા વ્હાલા મિત્ર તરફથી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.