વચનામૃત પારાયણ, અન્નકૂટ ઉત્સવ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 20 માર્ચથી 23 માર્ચ સુધી યોજાશે. જેમાં તારીખ 20 માર્ચથી 23 માર્ચ સુધી દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 20 માર્ચના રોજ સાંજે 7:30 થી 8:30 કલાકે ભવ્ય પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ વચનામૃત કથાનો પ્રારંભ થશે. દરરોજ કથાના સમયે દિવ્ય અભિષેક ઉત્સવનો પણ લાભ મળશે. જ્યારે 22 માર્ચે રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા થશે. 22 માર્ચના રોજ બપોરે 3 થી સાંજે 7 કલાક સુધી સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ મહાયાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 23 માર્ચ ને રવિવારે સવારે 8:30 કલાકે થી SMVS સ્વામિનારાયણ મંદિરથી મોરબીમાં વિવિધ રૂટ પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ 23 માર્ચે બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યા સુધી દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે. સત્યસંકલ્પદાસજી સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. તથા ચારેય દિવસ વચનામૃત પારાયણ તથા અન્ય કાર્યક્રમનો પણ લાભ મળશે. 23 માર્ચે સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી દિવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાશે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી વચનામૃત કથા પૂર્ણાહુતિ તથા ગુરુજીના દિવ્ય આશીર્વાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 7:30 કલાકે મહાપ્રસાદ નું પણ આયોજન કરાયું છે. મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે.