મોરબી : રામઘાટથી દરબારગઢ વચ્ચે ભૂગર્ભ યોજનાનું જે પમ્પિંગ સ્ટેશન છે તેના વિશાળકાય ખાડાની પારી તૂટેલી હાલતમાં હોય કોઈ વાહન ચાલક કે પશુ તેમાં પડી જાય તેવી શકયતા સેવાઈ રહી છે.ત્યારે એક બાળકે કાલીઘેલી ભાષામાં તંત્ર સમક્ષ રાવ ઉઠાવી હોય તેવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. https://youtube.com/shorts/DeOf85Srs4wસંવિધાન નામનો બાળક તેમના પિતા સાથે આ રસ્તેથી જઈ રહ્યો હતો. તે વેળાએ તેનું ધ્યાન આ તૂટેલી પારી ઉપર ગયું હતું. જેથી તેને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાની ઈચ્છા દર્શાવી હતી. તેના પિતાએ સહયોગ આપતા સંવિધાને વિડીયો બનાવ્યો હતો. જેમાં આ જગ્યાએ કોઈ જાનહાની ન થાય એ માટે તંત્રને અહીં પારી બનાવવાની અપીલ કરી હતી. બાદમાં આ વીડિયો તેને સોશિયલ મીડિયામાં મુક્યો છે.