મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક આવેલ ધર્મકાંટા પાસે આરજે - 07 - જીએફ - 0976 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈક લઈને જઈ રહેલા વસંતભાઈ વનમાળીભાઈ સરસાવાડિયા ઉ.50 રહે. રાજનગર, પંચાસર રોડ, મોરબી નામના આધેડને હડફેટે લઈ પગની ઘુંટીમાં ઇજાઓ પહોંચાડી ટ્રેઇલર રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.