ધ્રાંગધ્રા : આજરોજ તારીખ 9 માર્ચ ને રવિવારે રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે ભજન સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ વાલીબેન શંકરભાઈ ગુંજારિયાના સ્મરણાર્થે રમેશભાઈ શંકરભાઈ ગુંજારિયા, છત્રસિંહ (પપ્પુભાઈ) શંકરભાઈ ગુંજારિયાના પરિવાર દ્વારા ચુલી ગામે તેઓના નિવાસ્થાને ભજન સંતવાણી યોજાશે. જેમાં ભજનીક જયમંત દવે, આરતીબેન ઈન્દરીયા, લોકસાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી અને ભજનીક ભરતભાઈ રાવળ ઉપસ્થિત રહીને ભજનની રમઝટ બોલાવશે.