મોરબી : ABVP મોરબી દ્વારા 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિમેન્સ પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન મિયાત્રા, ધર્મિષ્ઠાબેન લાખધરીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ દરમ્યાન ધર્મિષ્ઠાબેન દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી હતી. સાથે જ સન્માન સમારોહ પણ યોજાયો હતો. જેમાં મોરબી શહેર માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ડૉ હસ્તલેખાબેન મહેતા, ચંદ્રલેખાબેન મહેતા તેમજ શ્રદ્ધાબેન ગોંડલિયાનું સન્માન કરવામા આવ્યું હતું.