મોરબી : આજરોજ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મોરબી જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સરકારની યોજનાઓ થકી આર્થિક સશક્ત બનેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા મહિલા મોરચા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે. એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મીયાત્રા, મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લાના મોરચા મંડલ સેલના પ્રમુખ તેમજ તમામ ટીમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.