મોરબી : મોરબીમાં નવલખી રોડ ઉપરના શ્રદ્ધા પાર્કમાં એક રહેણાંક મકાનમાં 132 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે એક શખ્સને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં નવલખી રોડ ઉપર શ્રધ્ધાપાર્ક સોસાયટી ખાતે રહેતા ધવલ આહિર પોતાના રહેણાક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉત્તારી ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસે આરોપીના રહેણાક મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૩૨ જેની કુલ કિ.રૂ. ૮૬,૧૭૨/- ના મુદામાલ સાથે ધવલભાઈ રાયધનભાઈ કોઠીવાર ઉ.વ.૩૦ ધંધો. ડ્રાઇવીંગ રહે,શ્રધ્ધાપાર્ક શેરી નં.૧ નવલખી રોડ મોરબી મૂળ રહે,ગામ નાની બરાર તા.માળીયા(મી.) વાળાને પકડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.