નવી દિલ્હી ખાતે 13થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર ઇન્ટરનેશનલ 'વાયબ્રન્ટ બિલ્ડકોન 2025' એક્સપોના ટાઇટલ સ્પોન્સર તરીકે મોરબીના અગ્રણી સિરામિગ ગ્રુપ બ્લુઝોન જોડાયું : આ એક્સ્પોમાં 300થી વધુ એક્ઝિબિટર્સ, દોઢ લાખથી વધુ ભારતીય મુલાકાતીઓ અને 1500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોડાશે મોરબી : ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી હવે સંપૂર્ણ તાકાત સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. ત્યારે તેને નવી દિશા અને વેગ આપવા માટે બ્લ્યુઝોન પ્રેઝેન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન 2025' આગામી તારીખ 13થી 16 એપ્રિલ 2025 દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. આ મેગા એક્સ્પોમાં 300થી વધુ એક્ઝિબિટર્સ, દોઢ લાખથી વધુ ભારતીય મુલાકાતીઓ અને 1500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજરી આપશે. તેઓ ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વ્યવસાયના નવા રસ્તાઓ ખોલશે. આ પ્રતિષ્ઠિત એક્ઝિબિશનના ટાઇટલ સ્પોન્સર તરીકે 'બ્લુઝોન વિટ્રિફાઇડ' જોડાયું છે કે જે ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની સંભાવનાઓને વધુ ઊંચાઈએ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ એક્સપોમાં સિરામિક, ટાઇલ્સ અને સેનેટરી વેર, હાર્ડવેર અને બાથ ફિટિંગ્સ, પ્લાયવુડ અને લેમિનેટ્સ, ગ્લૂ અને એડહેસિવ્સ, પાઇપ્સ અને ફિટિંગ, માર્બલ, ગ્રેનાઈટ અને સ્ટોન, પેઇન્ટ્સ અને જીપ્સમ બોર્ડ સહિત તમામ મુખ્ય બિલ્ડિંગ મટીરીયલ્સ કેટેગરીના ઉત્પાદનો એક જ પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ ડીસ્પલે કરશે કે જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ગુણવત્તાયુક્ત અને અવનવી પ્રોડકટને વૈશ્વિક માર્કેટમાં પ્રદર્શિત કરવાની તક આપશે.વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એ ફક્ત એક એક્સ્પો નથી પણ વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો સ્થાપિત કરવાની એક સુવર્ણ તક પણ છે. એક્ઝિબિટર્સને ૧૫૦૦થી વધુ વિદેશી ગ્રાહકોને મળવાની અને વૈશ્વિક સ્તરે તેમની બ્રાન્ડ્સ પ્રદર્શિત કરવાની તક મળશે. ભારત સરકાર અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય તથા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ 'કેપેકિસલ' પણ આ એક્ઝિબિશનને સમર્થન આપી રહ્યા છે, જે આ એક્ઝિબિશનની વિશ્વસનીયતા અને મહત્તામાં વધારો કરે છે. આ એકસ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની નિકાસને પ્રોત્સાહન આપવાનો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ભારતીય બ્રાન્ડ્સને તૈયાર કરવાનો છે.જેવી રીતે કેન્ટોન ફેર ચીનને, બિગ-5 દુબઈને, સેવીસામા એ સ્પેનને અને સેરસાઇ એ ઇટાલીને ગ્લોબલ ઓળખ આપી છે. તેવી જ રીતે વાયબ્રન્ટ બિલ્ડકોન ભારતના બિલ્ડિંગ મટીરીયલ્સના ઉધોગો માટે વેપાર પ્લેટફોર્મ બનવા માટે તૈયાર છે. આ એક્સ્પોનો ઉદ્દેશ્ય ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો છે કે જેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક વેપાર કરવાની તક મળે અને દેશના બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની નિકાસમાં વધારો થાય.વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 માં ભાગ લેવો એ ફક્ત વ્યવસાયિક સફળતા તરફનું એક પગલું નથી પણ ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક ઓળખ બનાવવા તરફ એક ઐતિહાસિક પહેલ છે. જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો બ્રાન્ડ સ્થાપિત કરવા માંગે છે, નિકાસ વધારવા માંગે છે અને વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચવા માંગે છે, તેમના માટે વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એક સંપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આ એક્સ્પો ભારતના બાંધકામ ઈન્ડસ્ટ્રીના વૈશ્વિક વિસ્તરણની નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે એક્સપો અંગેની વિસ્તૃત વિગતો આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સિરામિક એસોસિએશનના હોદેદારો તેમજ સિરામિક ઉદ્યોગપતિ વિનોદ ભાડજા, મુકેશભાઈ પટેલ, કિરીટ પટેલ, નરેન્દ્રભાઈ સંઘાત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઘણી કંપનીઓ શોપી લોન્ચિંગ કરશે : એક્સપો ડિરેક્ટર જીતેન્દ્ર કથીરિયાઆ એક્ઝિબિશનના ડિરેક્ટર જિતેન્દ્ર કથીરિયાએ જણાવ્યું હતું કે, 'આ એક્સ્પો ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. જ્યાં અમે અમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરીશું અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન આપીશું, સાથોસાથ આ એક્ઝિબિશનમાં પ્રોડકટની સાથે ઘણી કંપનીઓ પોતાની કંપનીના શોપી પાર્ટનરને પ્રોત્સાહીત કરીને ભારત અને વિશ્વભરના દેશોમાં શોપી લોન્ચિંગ કરીને વૈશ્વિક બ્રાન્ડ બનવા તરફ પણ આગળ વધશે.'આ એક્સપોથી ભારતીય કંપનીઓને આંતરરાષ્ટ્રીય વ્યાપારની તકો મળશે : એક્સપો ડિરેક્ટર વિજય અઘારાડિરેક્ટર વિજય અઘારાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આ એક્સપોથી ભારતીય કંપનીઓને વિદેશ જવાને બદલે ભારતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની તકો મળશે, જે વૈશ્વિક વેપારના ખ્યાતનામ ગ્રાહકોને ભારતમાં લાવશે અને ભારતીય કંપનીઓ સાથે મજબૂત વ્યાપારિક સંબંધો સ્થાપિત કરશે.' તેમણે ઉમેર્યું હતું કે, 'આ એક્સ્પો ફક્ત આપણા ઈન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે લઈ જશે નહીં પરંતુ ભારતીય કંપનીઓ અને બ્રાન્ડ્સને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. આ પ્રયાસમાં ભારત સરકાર અને અગ્રણી ઉધોગપતિઓનો સહકાર મેળવવાનો અમને ગર્વ છે. આ એક્સ્પો વિશ્વ સમક્ષ આપણા ઈન્ડસ્ટ્રીની તાકાત પ્રદર્શિત કરશે અને ભારતને વૈશ્વિક બિલ્ડિંગ મટીરીયલ્સ ક્ષેત્રે એક મુખ્ય ખેલાડી બનાવશે.'વૈશ્વિક ફલક પરના મોટામાં મોટા બિલ્ડિંગ મટીરીયલ્સના એક્ઝિબિશનમાં ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાવાનું ગૌરવ : મનોજભાઈ પટેલઆજે વાયબ્રન્ટ બિલ્ડકોનના ટાઇટલ સ્પોન્સર 'બ્લ્યુઝોન વિટ્રિફાઇડ'ના CMD મનોજભાઈ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાના બિલ્ડિંગ મટીરીયલ્સ એક્ઝિબિશન 'વાયબ્રન્ટ બિલ્ડકોન' સાથે ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાઈને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશન વૈશ્વિક ફલક પર મોટામાં મોટું બિલ્ડિંગ મટીરીયલ્સનુ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ત્યારે આનાથી ભારતના બિલ્ડીંગ મટીરીયલ્સ ક્ષેત્રના ઉધોગોને ફાયદો થશે કેમકે જુદા જુદા દેશોમાં અથવા ભારતમાં જ અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લેવાને બદલે આ એક જ એક્ઝિબિશનમાં ભાગ લેવાથી ભારત તેમજ સંપૂર્ણ વિશ્વનું માર્કેટ આપણને એક જ જગ્યાએ મળવાનું છે. આ એક્ઝિબિશન ખરા અર્થમાં ઇન્ટરનેશનલ છે કારણ...