35 ગ્રામ સોનાના દાગીના તેમજ 500 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરીહળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે ઘરફોડ ચોરીના વિચિત્ર બનાવમાં તસ્કરો ઘરધણીને સુતા રાખી અંદરથી રૂમ બંધ કરી લાખો રૂપિયાના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ખેતીવાડી સાથે માલઢોર રાખતા નરેશભાઈ માંડણભાઈ ગોયલ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2 માર્ચના રોજ રાત્રે તેમનો પરિવાર એક વાગ્યા સુધી જાગતો હતો અને બાદમાં વહેલી સવારે જાગતા ઘરમાં ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં નરેશભાઈએ જાહેર કર્યું હતું કે, તસ્કરોએ તેમના ઘરમાં તિજોરી વાળા રૂમની બારી તોડી ઘુસ્યા હતાં અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તિજોરી તોડી 35 ગ્રામ સોનાના તેમજ 500 ગ્રામ ચાંદીના દાગીના મળી 1,30,000ની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.