મોરબી : લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં તા.7-3-2025ના રોજ 'ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા 2025' યોજવામાં આવી. જેમાં કુલ 88થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. આ વકૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો. આર. એન. રાઠોડ, ડો. કે. બી. વાઘેલા, એન.એસ.એસ.યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધારવામાં આવ્યો. સાથે જ સ્પર્ધાના નિયમો, વિષયો, સમયમર્યાદા વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી. ડો.જે.બી.ભેડા. અને પ્રોફે. ડી. કે. અણઝારીયા મેડમે ઈવેન્ટ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં રાજ્ય અને દેશની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સ્પર્ધાનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તેમના ભાષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક આપે એવી આશા સાથે સંસ્થાના આચાર્ય ડો. આર.કે.મેવાડા સાહેબે ભાગ લેનાર વિધ્યાર્થીઓને સુવિચાર સાથે પારિતોષિક આપેલ. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત-ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો. આર. એન. રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને સંપૂર્ણ એન. એસ. એસ. યુનિટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.