મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા આગામી તા. 9-3-2025 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની સાંની કચ્ચરીયુ તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી, કપ, રકાબી, બરણી, કાચના ગ્લાસ મળશે. આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરવામાં આવે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી.ડી.બાલાસરા મો.નં. 9427563898 અને લાવજીભાઈ પ્રજાપતિ મો. નં. 9925369465 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.