ટંકારા : તારીખ 6 માર્ચના રોજ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન ટંકારાની દયાનંદ સોસાયટી ખાતે રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા આંખના દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 120 જેટલા દર્દીએ લાભ લીધો હતો. દર મહિનાની 6 તારીખના રોજ સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી રાજકોટના રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન અને નેત્રમણી બેસાડવાના નેત્રયજ્ઞ કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. આ માટે દરેક આંખ દર્દીઓને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં ટંકારા સદગુરુ મિત્ર મંડળના કાજલબેન બોડા, મનસુખભાઈ બોડા, ગિરીશભાઈ ગાંધી, જગુભાઈ કુબાવત, નિલેશભાઈ પટણી, નંદાસણા સાહેબ, ભાગિયા સાહેબ, ચંદ્રકાંતભાઈ કટારીયા, લાલાભાઈ આચાર્ય સહિતના મંડળના મિત્રો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.