મોરબીમાં રીજેન્ટા હોટલની બાજુમાં ઈશાન સિરામિક ઝોન પાસે છેલ્લા બે મહિનાથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરનું આ ગંદુ પાણી રોડ પર ભરાયેલા રહે છે. જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.મહત્વનું છે કે, મોરબીના ઈશાન સિરામિક ઝોન પાસે જ્યાં ગટર ઉભરાય છે ત્યાં સારી સારી બેંકો આવેલી છે. આ ઉપરાંત મોરબીના મોટા ઈસ્પોર્ટરો આ સિરામિક ઝોનમાં બેસે છે. ત્યારે આ પ્રકારે ગટર ઉભરાતા અનેક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ મામલે કોઈ ધ્યાન આપતું નથી. રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે આ ઉભરાતી ગટરની સમસ્યા હલ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.