૫૦ જીવીત મરઘીઓ પાંજરાપોળને સોપાઈ : ૧૦ કિલો માસ અને ૪૪ ડીશ ઈંડાનો નાશ કરાયોહળવદ : હળવદમાં ફૂડ સેફટી લાઇસન્સ વગર માંસ, મટન અને ઈંડાનું વેચાણ કરનારા સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જીવતી મરઘીઓને પાંજરાપોળને સોંપવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ પ્રજાપતિની ટિમ દ્વારા ઈંડા, માંસ, મટન અને મુરઘીનું ફૂડ સેફટી લાઇસન્સ વગર વેચાણ થતી જગ્યા પર રેડ કરવામાં આવી હતી.આ જગ્યાએથી આશરે ૫૦ જેટલી જીવિત મરઘીઓ,૧૦ કિલો માસ અને ૪૪ ડીશ ઈંડા કબજે કરવામાં આવ્યા હતા.તમામ જીવીત મરઘીઓને પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવી હતો તેમજ ઈંડા અને માસ મટનનો નાશ કરવામાં આવ્યો હતો.