મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 7 માર્ચના રોજ જીરું, કપાસ, ઘઉં, મગફળી, બાજરો, ધાણા, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1030 ક્વિન્ટલ એટલે કે 5150 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4050 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 312 ક્વિન્ટલ એટલે કે 1560 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1460 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 572, જીણી મગફળીના પ્રતિમણ 1072, બાજરાના 575, સોયાબીનના 754, ધાણાના 1675, તુવેરના 1431, ચણાના 1047, એરંડાના 1220, રાયના 1156 અને રાયડાના 1044 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.