હવે મહાપાલિકા 10 હજારથી 50 હજારનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે પણ વોરંટ ઇસ્યુ કરશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી ટેક્સની રિકવરીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં 2 મિલકતના પાણી કનેકશન કાપવામાં આવ્યા છે. તેમજ 14 મિલકતોને સીલ કરવામાં આવી છે. હવે મહાપાલિકા 10 હજારથી 50 હજારનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે પણ વોરંટ ઇસ્યુ કરવાની છે.મહાનગરપાલિકા દ્રારા 1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને તા.01/01/2025 થી 06/03/2025 સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ હતા. જેમાથી 63 મિલકતધારકો દ્રારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. તેમજ ટેકસ શાખા દ્રારા 2 પાણી કનેકશન તથા 14 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. તેમજ 75000 થી 1,00,000 સુધીની રકમ બાકીના 114 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાથી 51 મિલકતધારકો દ્રારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે હાલે ટેકસ શાખા દ્રારા 50,000 થી 75,000 હજાર સુધીની રકમ બાકી હોય તેવા 66 મિલકત ધારકોને વોરંટની બજવણી કરેલ છે. જેમાંથી 9 મિલકતધારકો દ્રારા સંપૂર્ણ ટેકસ ભરેલ છે. તેમજ આગામી સમયમાં ટેકસ શાખા દ્રારા 10000 થી 50000 હજાર સુધીના વોરંટ બજવણી કરવામાં આવશે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.