વાંકાનેર : વાંકાનેરની મોડેલ સ્કૂલને વર્ષ 2024-25માં મોરબી જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. મોડેલ સ્કૂલ વાંકાનેરની જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતાં સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.વાંકાનેર મોડેલ સ્કૂલમાં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઉચ્ચ પરિણામ, વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી સર્વાંગી શિક્ષણ, ખેલકૂદ, ઇત્તર પ્રવૃત્તિ, જાહેર પરીક્ષા, સ્ટીમ લેબ, વિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળા, વોકેશનલ એજ્યુકેશન, કોમ્પ્યુટર શિક્ષણ, ભૌતિક સુવિધાઓ વગેરે બાબતોને ધ્યાને લઈને જિલ્લાની 7 જેટલી શાળાઓ પૈકી મોડેલ સ્કૂલ વાંકાનેર શાળા મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે જિલ્લાકક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે અને શાળાને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ વિભાગ દ્વારા આરવામાં આવી છે. જે બદલ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીએ અભિનંદન પાઠવ્યા છે.