હળવદ : હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રયના વાર્ષિક અહેવાલ બુકનું વિમોચન આજરોજ તારીખ 6 માર્ચ ને ગુરુવારના રોજ બપોરે 4 કલાકે કરવામાં આવશે. કચ્છ-મોરબીના સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી તેમજ સંસ્થાના વાર્ષિક અહેવાલ બુકનું વિમોચન કરવામાં આવશે.