ટંકારા : 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ટંકારા આર્ય સમાજ મંદિર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.માતૃ શક્તિને વંદન કરવા, તેમાં રહેલા દયા, લાગણી, કરૂણાના ગુણોને ઉજાગર કરવા તથા માતૃશક્તિનો સાચો ધર્મ શું ? સાચી માન્યતા શું ? શું હતું ધર્મનું સ્થાન શ્રી રામચંદ્રજીના સમયમાં ? શું હતું ધર્મનું સ્થાન શ્રી કૃષ્ણજીના સમયમાં ? ધર્મની સાચી વ્યાખ્યા શું છે ? ધર્મ મત-પંથ-સંપ્રદાય એક છે કે અલગ ? આવા પ્રશ્નોને ટંકારાની બહેનો સચોટ રીતે જાણે તેવા ઉદ્દેશથી આર્ય સમાજ ટંકારા અને આર્ય માતૃશક્તિ દ્વારા 8 માર્ચ ને શનિવારના રોજ લતીપર રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે સાંજે 5 થી 7 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં આચાર્ય અજયજી દર્શનાચાર્ય ઉપસ્થિત રહી સરળ ભાષામાં પ્રશ્નતરીના માધ્યમથી સરળ રીતે સમજાવશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે બહેનોને આર્ય સમાજ ટંકારા તથા આર્ય મહિલા મંડળ ટંકારા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.