સોશિયલ મીડિયામાં વિવિધ જિલ્લા પ્રમુખના નિમણૂકની યાદી જાહેર જોકે હજુ ભાજપ તરફથી સત્તાવાર જાહેરાત બાકી મોરબી : રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામની યાદી સોશિયલ મીડિયામાં જાહેર થઈ છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ તરીકે જયંતીભાઈ રાજકોટિયાની વરણી કરવામાં આવી છે. જોકે આ મુદ્દે વર્તમાન ભાજપ હોદેદારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાનું જણાવ્યું છે.જ્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જેમનું નામ સામે આવ્યું છે તે 60 વર્ષના જયંતીભાઈ રાજકોટિયા વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે. ઉપરાંત તેઓ શિશુ મંદિરમાં વ્યવસ્થાપક છે. ટ્રાફિક એજ્યુકેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ સફળ ઉદ્યોગપતિ પણ છે. તેઓ મૂળ વાંકાનેરના છે.ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં જાહેર થયેલી યાદી મુજબ રાજકોટ મહાનગર પ્રમુખ તરીકે માધવ દવે, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયા, જામનગર જિલ્લા પ્રમુખ તરીકે વિનોદભાઈ ભંડેરી જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારી , કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દેવચંદભાઈ વરચંદની વરણી કરવામાં આવી છે.જોકે સોશિયલ મીડિયામાં જાહેર થયેલી જિલ્લા પ્રમુખની યાદી અંગે મોરબી જિલ્લાના વર્તમાન ભાજપ હોદેદારોએ જણાવ્યું હતું કે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે સોશિયલ મીડિયામાં જાહેર થયેલી યાદી અંગે અસમંજસ પણ ફેલાઈ છે.