‘મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણમાં મહિલાઓનું યોગદાન’ વિષય પર યોજાશે કાર્યક્રમટંકારા : આગામી તારીખ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં મહિલાઓએ અંતરીક્ષ હોય કે શિક્ષા, રાજનીતિ, ખેલ, મીડિયા, ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આધુનિકતા અને પુરુષોની સાથે બરાબરીએ પહોંચવાની દોડમાં નારી પોતાના મુખ્ય ગુણ, પોતાના અસ્તિત્વની ઓળખ અને આંતરીક શક્તિને ભુલતી જાય છે. જેના કારણે સંસ્કૃતિથી દુર થતી જાય છે. આ માટે મહિલાઓમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાના ઉપલક્ષથી બ્રહ્માકુમારીઝ દ્વારા 8 માર્ચે લખધીરગઢ ગામે આવેલી પટેલ સમાજવાડી ખાતે સાંજે 4 વાગ્યે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણમાં મહિલાઓનું યોગદાન’ કાર્યક્રમ યોજાશે. જેમાં બ્રહ્માકુમારિઝ સંસ્થાના ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીજી ઉપસ્થિત રહેશે. તો કાર્યક્રમમાં પધારવા સૌને ઈશ્વરીય નિમંત્રણ પાઠવાયું છે.