મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 6 માર્ચના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, ધાણા, લાલ જુવાર, તુવેર, અડદ, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 815 ક્વિન્ટલ એટલે કે 4075 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4038 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 445 ક્વિન્ટલ એટલે કે 2225 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1430 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 576, તલના 1958, જીણી મગફળીના પ્રતિમણ 1074, ધાણાના 1397, લાલ જુવારના 1015, તુવેરના 1394, અડદના 1400, ચણાના 1052, એરંડાના 1200, કાળા તલના 4800, રાયના 1164 અને રાયડાના 1053 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.