પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી, ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયોમોરબી : મોરબીના રણછોડનગરથી ઘુંટુ નજીક આવેલ રામનગરી ખાતે બાઈક ઉપર જઈ રહેલા પિતા પુત્રને ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર અકસ્માતમાં પુત્રની નજર સામે જ પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પુત્રને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રણછોડનગરથી ઘુંટુ નજીક આવેલ રામનગરી સોસાયટીમાં બાઈક લઈને જઈ રહેલા દેવજીભાઈ કાનજીભાઈ પરમાર તેમજ તેમના પુત્ર પ્રકાશને ટ્રક ટ્રેઈલર નંબર આરજે - 01 - જીબી - 8919ના ચાલકે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક સામે વોકળાના નાલા નજીક હડફેટે લેતા પ્રકાશભાઈને ઇજાઓ પહોંચાડી હતી જ્યારે દેવજીભાઈના માથા અને હાથ પગ ઉપર ટ્રેઇલરનો જોટો ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના નાનાભાઈ મનસુખભાઇ પરમારે તાલુકા પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.