ટંકારા : ટંકારામાં આજે ભરબજારે એક બાઇકમાં ઓચિંતી આગ લાગી હતી. જો કે અંતે ફાયર સેફટીનો બાટલો કામ આવ્યો હતો. તેની મદદથી આગ બુઝાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ટંકારામાં દેરીનાકા રોડ ઉપર મિતેષ ઈલેક્ટ્રોનિકસ શો રૂમ નજીક અચાનક એક બાઇકમાં આગ લાગતા સળગી ઉઠયું હતું. આ ઘટનાને પગલે વેપારી આગ બુઝાવવા કામે લાગ્યા હતા. બાઇક ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. છતાં આગ કાબુમાં આવતી ન હતી. અંતે એક વેપારીએ ફાયર સેફટીના બાટલાની મદદ કરતા તેનાથી સેકન્ડોમાં જ આગ બુઝી ગઈ હતી. આ જગ્યાએ બન્ને બાજુ કપડાની દુકાન હતી. મોટી દુર્ઘટના સહેજમાં ટળતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.