વાંકાનેર : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા પક્ષના સંગઠનની પુનઃરચનાના ભાગરૂપે કોંગ્રેસ પક્ષની યુવા પાંખ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રસ સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના યુવા અગ્રણી ડો. રુકમુદ્દીન માથકીયાની ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રસના મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે. જેને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા હર્ષથી આવકારવામાં આવી છે અને ડો. રુકમુદ્દીન માથકીયાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.