છેલ્લા અઠવાડિયાથી આ સમસ્યા : તંત્ર સર્વરના પ્રશ્નનો ઉકેલ લાવે તેવી માંગમોરબી : મોરબી મહાનગરપાલિકાની વેરા શાખામાં સરવર્ણ ધાંધિયાથી દરરોજ અરજદારોને હાલાકી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યા છે. ત્યારે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લઈ આવે તેવી માંગ ઉઠી છે. મહાનગરપાલિકા દ્વારા વેરો બાકી હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે લોકો વેરો ભરવા આવી રહ્યા છે તેઓ પણ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી મોરબી મહાપાલિકાની વેરા શાખામાં સર્વરના ધાંધિયા છે. તેમ છતાં લોકો લાંબી કતારો લગાવી દરરોજ અંદાજે રૂ. 15થી 20 લાખ વેરો ભરે છે. આજે પણ છેલ્લા દોઢ કલાકથી સર્વરની સમસ્યાને કારણે કામગીરી અટકેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.