મોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને આજે 5 માર્ચના રોજ એક દિવસ માસ સીએલ પર ઉતરીને ગાંધીનગર ખાતે ધરણા કરશે.મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી અરવિંદભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજય પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પ્રશ્નો તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ જિલ્લા લેવલ આરોગ્ય સુપરવાઈઝર તમામ સંવર્ગને ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે પગાર સુધારણા તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કરને ખાતાકીય પરીક્ષા સદંતર રદ્દ/મુક્તિ અંગે 1 દિવસની માસ સીએલ અને ગાંધીનગર ખાતે ધરણા કરવાનું આજે 5 માર્ચના રોજ આયોજન કરાયું છે. જેમાં મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ સમર્થન આપે છે. આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.