મોરબી : મોરબી શહેરની 43 અનાથ દીકરીઓને આજે કલેક્ટરના હસ્તે એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી મહિલા-બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લાની પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી અનાથ દીકરીઓને બેટી પઢાઓ-બેટી બચાવો યોજના અંતર્ગત એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરની 43 દીકરીઓને કલેક્ટરના હસ્તે એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ 200 દીકરીઓને પણ આ કીટ આપવામાં આવશે.