મોરબી : જેતપર (મચ્છુ)ના વતની રઘુભાઈ નોંધણભાઈ માલવણીયાના પત્ની નીતાબેનને 2,03,414 રૂપિયાનું વળતર ચુકવવા ગ્રાહક અદાલત દ્વારા કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કરવામાં આવ્યો છે.કેસની વિગત જોઈએ તો, જેતપર (મચ્છુ)ના વતની રઘુભાઈ નોંધણભાઈ માલવણીયાનું અવસાન થતાં તેણે કોટક મહિન્દ્રા લાઈફ ફાઇનાન્સમાંથી 2 લાખ 60 હજારની લોન લીધી હતી. જેના 36 હપ્તા ચૂકવવાના હતા. રઘુભાઈએ કોટક મહિન્દ્રા લાઈફ ફાઇનાન્સમાં વીમો ઉતરાવેલ હતો. તેમનું અવસાન થતાં તેમના પત્ની નીતાબેને વીમાના કાગળ રજુ કર્યા પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી. તેથી નીતાબેને મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ગ્રાહક અદાલતે રઘુભાઈના પત્ની નીતાબેનને વ્યાજ સાથે રૂ. 2,03,414 ચૂકવવા આદેશ કર્યો છે.