મોરબી : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયનની (આઈ.ડી.એસ.પી.)ની ખાલી જગ્યા ભરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લેબ ટેક્નિશિયનની (આઈ.ડી.એસ.પી.)ની જગ્યા ખાલી પડી છે. જેને કારણે લોકોને આરોગ્યને લગતી સેવાઓનો પૂરતો લાભ મળતો નથી. જેથી મોરબી સરકારી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયનની (આઈ.ડી.એસ.પી.)ની ખાલી પડેલી જગ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની ભરતી કરી લોકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માગ કરવામાં આવી છે.